Wednesday, September 7, 2011

અબીલ-ગુલાલની છોળો વરચે રામદેવ પીરનાં મંદિરોમાં નેજા ચઢાવ્યા

વરસાદી વાતાવરણ વરચે બાબા રામદેવ પીર નવરાત્રિનાં અંતિમ દિવસ, બુધવારે શહેરમાં ઢોલ-નગારાનાં નાદની સાથે અબીલ-ગુલાલની છોળો વરચે અને અને નો જયઘોષ કરતાં-કરતાં નેજા લોકોએ ભકિતપૂર્વક રામદેવ પીરના મંદિર ખાતે નેજા ચઢાવવામાં આવ્યા હતા. દિલ્હી દરવાજા બહાર બાબા રામદેવજી ન્યૂકાચકલા મંદિર, બાબા રામદેવપીર મંદિર-નવતાડ-ઘીકાંટા ખાતે મોટી સંખ્યામાં નેજા ચઢાવ્યા હતા.

રાજસ્થાન પરિવાર-અમદાવાદના અઘ્યક્ષ કનુભાઇ મિસ્ત્રીએ જણાવ્યું કે રામદેવ પીરની નવરાત્રિનાં અંતિમ દિવસે રાજસ્થાન પરિવાર દ્વારા પણ રામદેવ પીરને નેજા ચઢાવવામાં આવ્યા હતા. જે લોકોએ આ દિવસે ઉપવાસ-બાધા પણ રાખી હોય તેવા અનેક લોકોએ પણ આ દિવસે નેજા ચઢાવ્યા હતા.

Source

Babo Bhali Kare